Powered By Blogger

Sunday, June 19, 2011

યાદ આવશે...

યાદ આવશે એ પળ જયારે તને પહેલી વાર જોયેલી
એ પળ જયારે મારી આખી દુનિયા થમી ગયેલી..
આમતો દુનિયા બહુજ મોટી લાગે છે
યાદ આવશે એજ દુનિયા જે તારા માં સમાય ગયેલી..


યાદ આવશે એ પળ જયારે તે મને જોયોતો
એ પળ જયારે આપડી નજરો મળેલી..
આમતો નજરો-નજરો માં બધા ઘાયલ થઇ જાય છે
યાદ આવશે એજ ઘાયલતા જેમાં રઈને અવનવી ખુશી અનુંભવીતી..


યાદ આવશે એ પળ જયારે મારી આંખો તને શોધતી
એ પળ જયારે એજ આંખો તને ના મળતા અંદર ને અંદર જ રડતી..
આમતો લોકો કહે છે કે શોધવા થી તો ભગવાન પણ મળી જાય છે
પણ એ આંખો ક્યાંથી લાવું જે તને જોઇને ખીલખીલાતી..


યાદ આવશે એ આપડી પહેલી મુલાકાત
એ પહેલી વાત જે તે મને કરેલી..
આમતો વાતો-વાતો માં કેટલાય સબંધો બાંધી જાય છે…
પણ યાદ આવશે એજ વાતો જે આગળ ક્યારે ના વધેલી..


યાદ તો બસ યાદ અજ રઈ જશે..
ને યાદ માં ને યાદ માં આખી જિંદગી વીતી જશે..
પણ જો ક્યારે પણ તું મને યાદ કરીશ
તો મારીજ યાદ માં પોતાને પામીશ..


આભાર,
© નીલ આનંદ